દિલ્હીમાં આયોજિત એક ઇવેન્ટમાં હેચબેક કાર સેન્ટ્રોને નવા અવતારમાં લોન્ચ

 Hyundai Santro 2018 કાર નિર્માતા કંપની હ્યુન્ડાઈએ 23 ઓક્ટોબરે દિલ્હીમાં આયોજિત એક ઇવેન્ટમાં હેચબેક કાર સેન્ટ્રોને નવા અવતારમાં લોન્ચ કરી છે. નવી સેન્ટ્રોમાં નામ સિવાય બધુ જ અલગ છે. પહેલાની તુલનામાં વધારે સ્પેશિયસ સેન્ટ્રોની ઘણાં લોકો રાહ જોઈ રહ્યા હતા. કંપની તરફતી કારનું બુકિંગ 10 ઓક્ટોબરથી જ શરૂ થઈ ગયું હતું. 12 દિવસમાં 23,500 યૂનિટનું બુકિંગથી જાણવા મળ્યું કે, કારને ગ્રાહકો તરફથી જોરદાર રિસ્પોન્સ મળ્યો છે. લોન્ચિંગ પહેલા ચર્ચામાં આવેલ નવી સેન્ટ્રો જૂની કાર કરતાં ઘણી અલગ છે.