એશિયા કપમાં આજે બે કટ્ટર હરિફ ભારત અને પાકિસ્તાનનો મુકાબલો

એશિયા કપમાં આજે બે કટ્ટર હરિફ ભારત અને પાકિસ્તાનનો મુકાબલો થશે. ભારત-પાકિસ્તાનની ક્રિકેટ ટીમ કોઇપણ ટુર્નામેન્ટમાં ટકરાય ત્યારે સરહદની બંને પારના દેશવાસીઓનો રોમાંચ ચરમે પહોંચી જતો હોય છે. ક્રિકેટ રસિયાઓ પણ આ મુકાબલો શરૂ થવાની રાહ જોઈ રહ્યા છે.