ચૂંટણી સમયે પાટીદાર અનામતના નામે આંદોલન શરૂ કરવાની જાહેરાત

પાટીદાર અનામત મુદ્દે છેલ્લા સાડા ત્રણ વર્ષ કરતા વધુ સમયથી આંદોલન કરી રહેલા હાર્દિક પટેલ હવે કોઈ બીજો મુદ્દો ન મળતા ફરીવાર લોકસભા ચૂંટણી સમયે પાટીદાર અનામતના નામે આંદોલન શરૂ કરવાની જાહેરાત કરી છે. પાટીદાર અનામત આંદોલનના બે વર્ષ બાદ વિધાનસભાની ચૂંટણી આવતા હાર્દિક પટેલે અનામતની સાથે ખેડૂતો અને યુવાનોની બેરોજગારીના મુદ્દાઓ ઉઠાવી ભાજપ વિરૂદ્ધ પ્રચાર કર્યો હતો. પરંતુ તેમાં તેને વધુ સફળતા નહીં. જેના કારણે તે મુદ્દા વિહિન બની જતા હાર્દિક રાજકીય અસ્તિત્વ બનાવવા માટે હવાતિયા મારી રહ્યો છે.