અમરેલી પંથકમાં આજે બીજા દિવસે પણ મેઘરાજા મહેરબાન

સૌરાષ્ટ્રમાં આજે બીજા દિવસે પણ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે અમરેલી પંથકમાં આજે બીજા દિવસે પણ મેઘરાજા મહેરબાન થયા છે. અમરેલી પંથકમાં બપોર બાદ વાતાવરણમાં પલ્ટો આવતા દોઢ કલાકમાં ત્રણ ઇંચ વરસાદ પડ્યો હતો. અમરેલીના રાજુલા, જાફરાબાદ અને પીપાવાવ પોર્ટના ગ્રામ્ય વિસ્તારમાં અનરાધાર વરસાદ વરસ્યો હતો. દોઢ કલાકમાં ત્રણ ઇંચ વરસાદ પડી ગયો હતો. ધોધમાર વરસાદથી રસ્તાઓ પર પાણી ભરાયા હતા. તેમજ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. તેમજ કોવાયા, વિક્ટર અને દાતરડી ગામોમાં ભારે વરસાદથી નદીઓમાં પૂર આવ્યા હતા. દરિયાકાંઠાના વિસ્તારોમાં પણ મૂશળધાર વરસાદ પડ્યો હતો.