ફી નહીં ભરી હોવાથી 59 છોકરીઓને બેઝમેન્ટમાં 5 કલાક સુધી બંધ રાખવામાં આવી 

દિલ્હીની રાબિયા ગર્લ્સ પબ્લિક સ્કૂલમાં ફી નહીં ભરી હોવાથી 5થી 8 વર્ષની 59 છોકરીઓને બેઝમેન્ટમાં 5 કલાક સુધી બંધ રાખવામાં આવી હતી. પેરેન્ટ્સે જણાવ્યું કે, બપોરે 12.30 વાગે જ્યારે છોકરીઓને સ્કૂલ લેવા ગયા ત્યારે ખબર પડી કે 59 બાળકીઓ ક્લાસમાં જ નહતી. ટીચર્સને પૂછ્યું ત્યારે ખબર પડી કે, ફી ન ભરી હોવાથી છોકરીઓની હાજરી પણ પૂરવામાં આવી નથી. તેમને બેઝમેન્ટમાં રાખવામાં આવી છે. સ્કૂલના હેડ ફરાહ દીબા ખાનના કહેવાથી છોકરીઓને બેઝમેન્ટમાં રાખી હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે ફરિયાદ નોંધી લીધી છે.