મહુવામાં VHP પ્રમુખની હત્યા બાદ તંગદિલી

ભાવનગરના મહુવામાં વિશ્વ હિન્દુ પરિષદના પ્રમુખ જયેશભાઇ ગુજરીયાની હત્યા બાદ ત્રીજા દિવસે પણ વાતાવરણ તંગ જોવા મળ્યું હતું. ગઇકાલે સવારે પોલીસ બંદોબસ્ત વચ્ચે વેપારીઓએ દુકાનો ખોલી હતી પરંતુ સાંજે ટોળાએ તોડફોડ અને આગજની કરતા પોલીસ ટોળાને વિખેરવા ટીયરગેસના 19 સેલ છોડ્યા હતા. આથી ભાવનગર કલેક્ટર હર્ષદ પટેલે સોશિયલ મીડિયા પર વાયરલ મેસેજથી લોકો ઉશ્કેરાઇ નહીં તેને ધ્યાને લઇને 31 ઓક્ટોબર સુધી નેટ સેવા બંધ કરતું જાહેરનામું બહાર પાડ્યું છે.