ત્રણ દિવસ દરમિયાન રાજ્યમાં કેટલાક સ્થળે ભારેથી અતિભારે વરસાદ

રાજ્યમાં નૈઋત્ય ચોમાસુ આગળ વધી રહ્યું છે. જેથી વિવિધ વિસ્તારમાં મેઘમહેર થઇ રહી છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે, હાલ દક્ષિણ પાકિસ્તાન પર સાઇક્લોનિક સરક્યુલેશન સર્જાયું છે જે કચ્છ અને દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાનને અસર કરે છે. ઉપરાંત, વરસાદ લાવે તેવી લોકલ સિસ્ટમ પણ એક્ટિવેટ થઇ છે. જેના કારણે આગામી ત્રણ દિવસ દરમિયાન રાજ્યમાં કેટલાક સ્થળે ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે.