પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બે દિવસીય ગુજરાત પ્રવાસે આવશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બે દિવસીય ગુજરાત પ્રવાસે આવશે. 21 અને 22 જુલાઈએ પ્રધાનમંત્રી મોદી ગુજરાતની મુલાકાત લેશે. મોદી ફોરેન્સિક યુનિવર્સિટી તેમજ પંડિત દિન દયાળ પેટ્રોલિયમ યુનિવર્સિટીનાં કાર્યક્રમમાં ભાગ લેશે.આ ઉપરાંત તેઓ રાજકીય સ્થિતી અંગે પણ સમીક્ષા કરશે. ગાંધીનગરમાં વિવિધ કાર્યક્રમમાં પીએમ મોદી હાજરી આપશે. આ ઉપરાંત તેઓ રાજકોટમાં પીવાનાં પાણીનાં પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કરે તેવી શક્યતાઓ સેવાઇ રહી છે.