ભારતીય વાયુસેનાએ પોખરણમાં ‘વાયુ શક્તિ 2019’ અંતર્ગત પ્રચંડ મારક ક્ષમતાનું પ્રદર્શન કર્યું

પુલવામામાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારતીય વાયુસેનાએ પોખરણમાં તેની પ્રચંડ મારક ક્ષમતાનું પ્રદર્શન 'વાયુ શક્તિ 2019' અંતર્ગત કર્યું હતું. આ પ્રસંગે ચીફ ગેસ્ટ તરીકે વાયુસેનાના મુખ્ય એર ચીફ માર્શલ બી એસ ઘનોવા, સેના પ્રમુખ જનરલ બિપિન રાવત, રીટાયર્ડ ગ્રુપ કેપ્ટન સચિન તેન્ડુંલકર અને રાજસ્થાનના ઘણાં સાંસદો હાજર રહ્યાં હતા.

આ શક્તિ પ્રદર્શનમાં કુલ 138 વિમાન સામેલ થયા હતા. આ સિવાય તેમાં એમઆઈ-17 વી ફાઈવ હેલિકોપ્ટર, જગુઆર, મિગ-29, મિરાજ-2000, સુખોઈ-30 એમકે આઈ, mig-27 અપગ્રેડ, તેજસ, સી-130 જે, સર્ફેસ ટૂ air missile સિસ્ટમ pichora, આકાશ મિસાઈલ, મી-35 હેલિકોપ્ટર, ગરુડ કમાન્ડો, awacs સિસ્ટમનો પણ ઉપયોગ કરવામાં આવ્યો હતો.