પીએમના હસ્તે 600 કરોડના અસ્ટોલ જૂથ પાણી પુરવઠા યોજનાનું ખાતમુહૂર્ત

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુરુવારે વલસાડ, જૂનાગઢ અને ગાંધીનગરના એમ ત્રણ કાર્યક્રમોમાં હાજરી આપવા માટે ગુજરાતની એક દિવસીય મુલાકાતે આવી પહોંચ્યા છે. સુરત એરપોર્ટ ખાતે પીએમ મોદીનું મુખ્યમંત્રી વિજય રૂપાણી સહિતના ભાજપના નેતાઓ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ હેલિકોપ્ટર મારફતે વલસાડના જૂજવા ખાતે પહોંચ્યા હતા. જ્યારે પહેલાં પીએમ મોદીએ 600 કરોડના પાણી પુરવઠા યોજના અંગે માહિતી મેળવી હતી. ત્યારબાદ સભા સ્થળે પહોંચ્યા હતા. જ્યાં હાજર લોકોએ મોબાઈલ ટોર્ચથી સ્વાગત કર્યું હતું. અને પીએમ મોદીના હસ્તે 600 કરોડના અસ્ટોલ જૂથ પાણી પુરવઠા યોજનાનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.ત્યારબાદ