મગફળી કૌભાંડને લઇને પરેશ ધાનાણીએ ધરણા

મગફળી કૌભાંડને લઇને જેતપુરના પેઢલા ગામે શુક્રવારે પરેશ ધાનાણીએ ધરણા કર્યા હતા. ત્યારે આજે ધાનાણી શનિવારે ગોંડલમાં ધરણા પર બેસી ગયા છે. તેણે જણાવ્યું હતું કે, મગફળી કૌભાંડ અંગે કોંગ્રેસ દ્વારા રાજ્યવ્યાપી આંદોલન શરૂ કરવામાં આવશે. ગોંડલ, ગાંધીધામ, રાજકોટ છેલ્લાં બે અઢી માસથી નાફેડ દ્વારા મગફળીના ગોડાઉનમાં રહસ્યમય રીતે આગ લગાડી કરોડોનું કૌભાંડ આચરાયું છે.