કલોલ કેમીસ્ટ અસોસીએસન દ્વારા ઓનલાઇન દવાનું વેચાણ બંધ કરાવવા આવેદન

કલોલ કેમીસ્ટ અસોસીએસને ઓનલાઇન દવાના વેચાણનો વિરોધ કરી તે બંધ કરાવવા મામલતદારને આવેદન પત્ર પાઠવ્યું હતું. આવેદનપત્રમાં ઓનલાઇન દવાના વેપાર પર પ્રતિબંધ મુકવાની માંગણી કરાઇ હતી. કેમીસ્ટોએ જણાવ્યા પ્રમાણે ઓલ ઇન્ડીયા ઓર્ગનાઇઝેશન ઓફ કેમીસ્ટ એન્ડ ડ્રગીસ્ટ અને ફેડરેશન ઓફ ગુજરાત સ્ટેટ કેમિસ્ટ એન્ડ ડ્રગીસ્ટ એસોસીએશને સમયાંતરે ઓનલાઇન દવાના વેપાર પર પ્રતિબંધની માંગણી કરી છે.