મોદી કેબિનેટે બુધવારે ટ્રિપલ તલાકના મુદ્દે વટહુકમ પાસ કરી દીધો

કેન્દ્ર સરકારની નરેન્દ્ર મોદી કેબિનેટે બુધવારે ટ્રિપલ તલાકના મુદ્દે વટહુકમ પાસ કરી દીધો છે. ટ્રિપલ તલાક બિલ છેલ્લાં બે સત્રથી રાજ્યસભામાં પાસ થઈ શક્યું ન હતું. સૂત્રોના જણાવ્યા મુજબ એવામાં હવે કેબિનેટે આ મુદ્દે અધ્યાદેશ પાસ કરી દીધો છે. આ વટહુકમ 6 મહિના સુધી લાગુ રહેશે, જે બાદ સરકારે ફરીથી તેને બિલ તરીકે પાસ કરાવવા માટે સંસદમાં રજૂ કરવું પડશે.