હું કોઇને પણ હૈદરાબાદથી એઆઇએમઆઇએમ વિરુદ્ધ ચૂંટણી લડવાનો પડકાર આપું છું

ઓલ ઇન્ડિયા મજલિસ-એ-ઇત્તેહાદુલ મુસલમીન (એઆઇએમઆઇએમ)ના પ્રમુખ અને હૈદરાબાદથી સાંસદ અસદુદ્દીન ઓવૈસીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહને પડકાર ફેંક્યો છે. ઓવૈસીએ કહ્યું કે, હું કોઇને પણ હૈદરાબાદથી એઆઇએમઆઇએમ વિરુદ્ધ ચૂંટણી લડવાનો પડકાર આપું છું. પીએમ મોદી અને અમિત શાહ અહીંથી ચૂંટણી લડીને બતાવે.