અમિતાભ બચ્ચને ગામમાં ખરીદી 25 વીઘા જમીન

બૉલીવુડમાં બિગ-બી તરીકે જાણીતા મહાન એક્ટર અમિતાભ બચ્ચને 25 જમીન ખરીદ્યાના સમાચાર છે. એક રિપોર્ટ્સ અનુસાર મહાનાયકે ઉત્તરપ્રદેશના કાકોરીના મુઝ્ઝફરનગર ગામમાં 25 વિધા જમીન ખરીદી છે. બચ્ચન આમ તો મૂળભૂત રીતે ઉત્તરપ્રદેશના અલ્હાબાદના છે, તેમનો જન્મ પણ ત્યાં જ થયો છે.

સુત્રો અનુસાર અમિતાભ બચ્ચને મુઝ્ઝફરનગરમાં ખરીદેલી 25 વિધા જમીનની કિંમત અંદાજે 14.50 કરોડ રૂપિયા છે, આમાં એક પાક્કુ મકાન પણ સામેલ છે.મીડિયા રિપોર્ટ્સ અનુસાર અભિષેક બચ્ચનના નામે ચાલી રહેલી બે કંપનીઓ સરસ્વતી એન્ટરટેઇન્ટમેન્ટ અને બી-ટીમ સ્પોર્ટ્સના સ્વામિત્વમાં 7 ડિસેમ્બરે ખરીદેલી જમીનની રજિસ્ટ્રી થઇ છે. આ જમીનનો સોદો 15 કરોડમાં થયો છે.