તારક મહેતાની ટીઆરપી ઘટતાં કરાવાશે દયાભાભીની એન્ટ્રી

પ્રખ્યાત કોમેડી શૉ ‘તારક મેહતાના ઉલ્ટા ચશ્મા’માં દયાબેનનું પાત્ર ભજવીને પૉપ્યુલર થયેલી દિશા વાકાનીના ફેન્સ માટે ખુશખબરી છે. દયા બેન મેટરનીટી લીવ પછી હવે જલદી જ આ શૉ પર પરત ફરવા માટે તૈયાર છે.ગત વર્ષે સપ્ટેમ્બરથી શૉમાં નજરે પડ્યા હતા. તેમના ફેન્સને તેમની ફેવરીટ અભિનેત્રી દયાબેનની વાપસીનો લાંબા સમયથી રાહ જોઇ રહ્યા હતા. TOIની રિપોર્ટ મુજબ, દિશા વાકાની આગામી 2 મહિનામાં શૉ પર પરત ફરી શકે છે. શોની ટીમ દિશા વાકાનીની વાપસીને લઇને લાંબા સમયથી સંપર્ક કરી રહી છે.