ભારત બંધ દરમિયાન દેશભરમાં પ્રદર્શન

પેટ્રોલ-ડીઝલના સતત વધતા ભાવ અને ડોલર સામે રૂપિયો નબળો થતો હોવાથી સોમવારે ભારત બંધની જાહેરાત કરી છે. આ ભારત બંધની આગેવાની કોંગ્રેસ પાર્ટી કરી રહી છે. તેમને અંદાજે 21 રાજકીય પાર્ટી દ્વારા સમર્થન આપવામાં આવ્યું છે.ભારતને બંધને પગલે ઝાંસી રેલવે સ્ટેશન પર પૂર્વ કેન્દ્રિય મંત્રી પ્રદીપ દૈને કુશીનગર એક્સપ્રેસ ટ્રેનને રોકી હતી. બિહારના પટણામાં સાંસદ પપ્પૂ યાદવે ભારત બંધ દરમિયાન વિરોધ પ્રદર્શન કર્યું હતું. તેમણે પોતાના સમર્થકો સાથે મળી ટ્રેન રોકી હતી. કર્ણાટકના મેંગલુરુમાં કેટલાક અસામાજિક તત્વોએ એક પ્રાઇવેટ બસ પર પથ્થરો ફેંક્યા હતા.