31મી ઓકટોબરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સ્ટેચ્યૂ ઓફ યુનિટીનું રાષ્ટ્રાર્પણ

31મી ઓકટોબરે સરદાર જયંતિએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સ્ટેચ્યૂ ઓફ યુનિટીનું રાષ્ટ્રાર્પણ કરશે. એ જ સમયે પ્રતિમાની નજીક દેશની એકતાના પ્રતિક સમી વિશાળ વૉલ ઓફ યુનિટી બનાવાઈ છે, સરદાર સાહેબના જીવન કવનને લોકો જાણે અને માણે તે માટે સ્ટેચ્યૂ ઓફ યુનિટીના ચરણોમાં દ્રશ્ય-શ્રાવ્ય માધ્યમ સાથેનું અદ્યતન ટેક્નોલોજી સાથેનું પ્રદર્શન પણ તૈયાર કરાયું છે, જે પ્રવાસીઓને માણવાનો અનેરો અવસર મળશે. આ અદ્યતન ટેક્નોલોજીવાળું પ્રદર્શનની વડાપ્રધાન મોદી મુલાકાત લેશે.