સુપ્રીમ કોર્ટે સરકારને રૂ. 39 કરોડની રકમ ચૂકવવા સરકારને આદેશ

ખેડૂતોએ રિતસરનું સરકારે વળતર ન ચૂકવતાં સરકારની ઈજ્જત-આબરૂની જપ્તી કરી હતી અને રાજ્યની રૂપાણી સરકારને લપડાક આપી હતી. સુપ્રીમ કોર્ટે તેમને રૂ. 39 કરોડની રકમ ચૂકવવા સરકારને આદેશ કર્યો હતો, પરંતુ વળતરની રકમ ચુકાદાના અઢી વર્ષ બાદ પણ ન ચૂકવાતા ગાંધીનગર કોર્ટે વોરન્ટ કાઢતા અરજદાર ખેડૂતો સચિવાલય સંકુલમાં આવેલી પાટનગર યોજના વિભાગ-2ની કચેરીમાંથી કમ્પ્યુટર્સ તથા ટેબલો સહિતની મિલકતો જપ્ત કરીને ઘરે લઈ ગયા છે. ગાંધીનગરની રચના વખતે સરકારે સંપાદન કરેલી જમીનના ઓછા વળતર સામે ધોળાકુવાનાં 21 ખેડૂતો 21 વર્ષથી કેસ લડીને જીત્યા હતા.