ચક્રવાતી વાવાઝોડૂ તમિલનાડીના નાગપટ્ટનમ અને વેદરન્નિયમ તટને અથડાયું

ચક્રવાતી વાવાઝોડૂ ગાજા ગુરુવારે મોડી રાતે તમિલનાડીના નાગપટ્ટનમ અને વેદરન્નિયમ તટને અથડાયું છે. હવામાન વિભાગે મોડી રાતે 3.15 વાગે બુલેટિન જાહેર કરીને ગાજાના કારણે ઘણાં વિસ્તારોમાં ભારે વરસાદ થતો હોવાની માહિતી આપી છે. 120 કિમી પ્રતિ કલાકની સ્પીડથી પવન ફૂંકાઈ રહ્યો છે. રેસ્ક્યુ ટીમે 76 હજાર લોકોનું 3000 રાહત શિબિરોમાં સ્થળાંતર કરાવ્યું છે.