સરકારે બેંક ઓફ બરોડા, દેના બેંક અને વિજયા બેંકના વિલયનો ફેંસલો કર્યો

મોદી સરકારે બેંકોના વિલય પ્રક્રિયાની દિશામાં વધુ એક કદમ આગળ વધવા જઈ રહી છે. આ વખતે સરકારે બેંક ઓફ બરોડા, દેના બેંક અને વિજયા બેંકના વિલયનો ફેંસલો કર્યો છે. ફાયનાન્સિયલ સર્વિસ સેક્રેટરી રાજીવ કુમારે આ અંગેની જાણકારી આપી હતી. તેમણે કહ્યું કે ત્રણેય બેંકોના વિલય બાદ જે નવી બેંક અસ્તિત્વમાં આવશે તે દેશની ત્રીજી સૌથી મોટી બેંક હશે.