મહાપાલિકા દ્વારા 100 કરોડના ખર્ચની યોજના સિટી સ્ક્વેર 

મહાપાલિકા દ્વારા અત્યાર સુધીની સૌથી મોટી રૂપિયા 100 કરોડના ખર્ચની યોજના સેક્ટર 22ના મેદાનમાં સિટી સ્ક્વેર ઉભુ કરવાની સ્માર્ટ સિટી પ્રોજેક્ટ અંતર્ગત તૈયાર કરવામાં આવી છે. ટાટા કન્સલ્ટન્સીને તેનું ડિઝાઇન, ડિટેઇલ પ્રોજેક્ટ રિપોર્ટ, એસ્ટીમેટ અને ટેન્ડરિંગનું કામ સોંપવામાં આવ્યું છે અને તેના દ્વારા પ્લાન તૈયાર કરી દેવાયા બાદ રાજ્ય સરકારના શહેરી વિકાસ વિભાગના અગ્ર સચિવ મુકેશ પુરી સમક્ષ પ્રેઝન્ટેશન કરી દેવામાં આવ્યું છે. હવે આખી યોજના દરખાસ્ત કરવાના તબક્કે આવી ચૂકી છે.