એશિયન ગેમ્સમાં ભારતને આજે વધુ એક મેડલ હાંસલ થયો

એશિયન ગેમ્સમાં ભારતને આજે વધુ એક મેડલ હાંસલ થયો છે. વૂમન સિંગલ્સમાં અંકિતા રૈનાએ ભારતને બ્રોન્ઝ મેડલ અપાવ્યો હતો. 5મા દિવસે અંકિતાએ ભારતની ઝોળીમાં પહેલો મેડલ નાખ્યો હતો.ફાઈનલમાં પહોંચીને ગોલ્ડ મેડલ જીતવાનું લક્ષ્ય ધરાવતી અંકિતા ચીનની શુઆઈ જેંગ સામે 4-6, 6-7થી હારી ગઈ હતી અને બ્રોન્ઝ મેડલથી જ સંતોષ માનવો પડ્યો હતો. 2018માં એશિયન ગેમ્સમાં ટેનિસમાંથી ભારતને આ પહેલો જ મેડલ મળ્યો છે. આ સાથે જ એશિયન ગેમ્સમાં ભારતના મેડલની સંખ્યા 16 થઈ ગઈ છે. જેમાં 4 ગોલ 3 સિલ્વર અને 9 બ્રોન્ઝનો સમાવેશ થાય છે.