પીએમ મોદી ટર્મિનલ સહિત 2400 કરોડ રૂપિયાના પ્રોજેક્ટનો પાયો પણ મૂકશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોમવારે તેમના સંસદીય ક્ષેત્ર વનારસમાં હશે. ત્યાં તે પ્રયાગરાજ-હલ્દિયા વોટર હાઈવેના પહેલા મલ્ટી મોડેલ ટર્મિનલનો શુભારંભ કરશે. ત્યાર બાદ ટર્મિનલ પર વડાપ્રધાન કોલકાતાથી પેપ્સિકો કંપનીના 16 કન્ટેનર લઈને નિકળેલા માલવાહક જહાજ ટાગોરને રિસિવ કરશે. આ જહાજ શુક્રવારે સવારે જ બનારસ પહોંચી ગયું છે. આ ટર્મિનલ શરૂ થવાથી ગંગાના રસ્તે વેપારના નવા યુગની શરૂઆત થશે