જનતા રેડ કરનારા હાર્દિક, અલ્પેશ અને જિજ્ઞેશ સામે પોલીસે ગુનોં નોંધ્યો

 ગાંધીનગરમાં મહિલાના ઘરમાં દારૂના મામલે જનતા રેડ કરનારા હાર્દિક, અલ્પેશ અને જિજ્ઞેશ સામે પોલીસે ગુનોં નોંધ્યો છે. જોકે, તેઓ સામે ચાલીને એસપી ઓફિસે પોતાની ધરપકડ કરાવવા માટે પહોંચ્યા હતા. પરંતુ પોલીસ તેમની ધરપકડ કરવાનો ઇન્કાર કર્યો હતો. બાદમાં ધરપકડ નહીં થાય ત્યાં સુધી તેઓ એસપી કચેરીમાં ધરણા ઉપર બેઠાં હતા.