આગામી 3 દિવસ સુધી 21 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ જાહેર

હવામાન વિભાગે આગામી 3 દિવસ સુધી 21 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ જાહેર કર્યુ છે. તો કેરળમાં પૂર-વરસાદથી સ્થિતિ વધુ વણસી છે. શુક્રવારે સવારે ઇડુક્કી ડેમના બે ગેટ ખોલવામાં આવ્યાં હતા. અહીં છેલ્લાં બે દિવસમાં 10 હજાર લોકોને રાહત શિબિરમાં મોકલવામાં આવ્યાં છે. આગામી 24 કલાકમાં વધુ વરસાદ પડે તેવી સંભાવના છે. રાજ્યના 24 ડેમના ગેટ ખોલવાથી અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાય ગયા છે. હિમાચલ પ્રદેશના કુલ્લુમાં ગુરૂવારે રાત્રે વાદળ ફાટવાથી ત્રણ ગામમાં ભારે નુકસાન થયું છે. રાજ્યમાં છ દિવસ સુધી ભારે વરસાદનું એલર્ટ છે.