વાવોલ ગામમાં મહિલાના માથે આંબલીનું ઝાડ પડતાં મોત નિપજ્યું

ગાંધીનગર પાસેના વાવોલ ગામમાં ઝાડ પડવાથી મહિલાનું મોત નિપજ્યુ હતું. વહેલી સવારે સોસાયટીના ગેટ પાસે બાળકોને સ્કૂલ મુકવા જઇ રહેલી 40 વર્ષિય મહિલા પર આંબલીનું વૃક્ષ પડતાં ઝાડ નીચે મહિલાનું માથુ છુંદાઇ ગયુ હતું. જ્યારે તેની જોડે નાના બાળકને થોડી ઇજા થઇ હતી.