ધોરણ 12 બાદ વિદેશમાં અભ્યાસ કરવા ઈચ્છતા વિદ્યાર્થીઓને 15 લાખ રૂપિયાની લોન

બિન અનામત વર્ગ માટે સરકારે કેટલીક યોજના બનાવી છે. સરકાર દ્વારા ધોરણ 12 બાદ વિદેશમાં અભ્યાસ કરવા ઈચ્છતા વિદ્યાર્થીઓને 15 લાખ રૂપિયાની સાદા વ્યાજે લોન આપવામાં આવશે. તેમજ સ્પર્ધાત્મક પરીક્ષા માટે તાલીમની સહાય પણ પુરી પાડવામાં આવશે. જ્યારે ધોરણ 12 સાયન્સ માટે 15 હજારની ટ્યૂશન સહાય પણ અપાશે. જ્યારે સ્વરોજગાર યોજના હેઠળ ઓફિસ ખરીદવા માટે પણ સરકાર સહાય કરશે. તેમજ ભોજન સહાય યોજનાનો લાભ પણ મળશે.