વિધાનસભા સત્રના બીજા અને અંતિમ દિવસે પણ કોંગ્રેસના ધારાસભ્યો દ્વારા સાઈકલ રેલી

ખેડૂત આક્રોશ રેલીનું આયોજન કરીને સરકારને ઘેરવવાનો પ્રયાસ કર્યો હતો પણ તે નિષ્ફળ રહી હતી. આજે વિધાનસભા સત્રના બીજા અને અંતિમ દિવસે પણ કોંગ્રેસના ધારાસભ્યો દ્વારા સાઈકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. MLA ક્વાર્ટરથી લઈને વિધાનસભા સુધી આ સાઈકલ રેલીનું આયોજન કરાયું હતું. મોંઘવારી અને પેટ્રોલ-ડીઝલના વધતા ભાવના વિરોધ કરવામાં આવ્યો હતો. હાલ આ સાઈકલ રેલી વિધાનસભા સુધી પહોંચી ગઈ છે.