દેશના પૂર્વોત્તર રાજ્યોમાં બુધવારે સવારે ભૂકંપના ઝાટકા અનુભવાયાં

બિહાર, પશ્ચિમ બંગાળ સહિત દેશના પૂર્વોત્તર રાજ્યોમાં બુધવારે સવારે ભૂકંપના ઝાટકા અનુભવાયાં. બિહારના કિશનગંજ, પૂર્ણિયા અને કટિહાર વિસ્તારમાં ભૂકંપના આંચકા આવ્યાં હતા. ભૂકંપની તીવ્રતા રિકટર સ્કેલ પર 5.5 નોંધવામાં આવી છે. જો કે હજુ સુધી કોઈપણ પ્રકારના જાન માલના નુકસાનની ખબર નથી. મળતી માહિતી મુજબ લગભગ 25થી 30 સેકન્ડ સુધી ભૂકંપના આંચકા અનુભવાયાં હતા. તો બુધવારે સવારે જ હરિયાણાના ઝઝ્ઝરમાં પણ ભૂકંપ આવ્યો હતો. જેના આંચકા જમ્મુ કાશ્મીર સુધી અનુભવાયા હતા.