રાફેલ ડીલમાં આગળ વધી મોદી સરકાર

મોદી સરકાર રાફેલ ડીલ મામલે આગળ વધી છે. વિવાદો અને ડીલમાં કૌભાંડ થવાના વિપક્ષના આરોપ વચ્ચે સરકારે 36 યુદ્ધ વિમાનોની કુલ રકમના બદલામાં 25% રકમ ફ્રાન્સ સરકારને ચૂકવી દીધી છે. આ ડીલ 59 હજાર કરોડની માનવામાં આવે છે.ન્યૂઝ એજન્સી એએનઆઈએ વાયુસેનાના સૂત્રો દ્વારા જણાવ્યું છે કે, સપ્ટેમ્બર 2016ની ડીલ પ્રમાણે વાયુસેનાને ભારતની જરૂરીયાત પ્રમાણે 36 તૈયાર રાફેલ વિમાન મળવાના છે. ડીલના નિયમ-શરતો પ્રમાણે એક ચતુર્થાંસ રકમ ફ્રાન્સ સરકારને આપી દેવામાં આવી છે.