મોદીએ યૂનિવર્સિટી પરિસરમાં વિશ્વનાથ મંદિરમાં પુજા-અર્ચના કરી

વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસના યૂપીના પ્રવાસ પર છે. આ પ્રવાસ પહેલા શનિવારે પીએમ મોદી આજમગઢ પહોંચ્યા હતાં અને ત્યાર બાદ પોતાના સંસદીય વિસ્તાર વારાણસી પહોંચ્યા હતા.રાત્રે તે અચાનક ગેસ્ટ હાઉસથી બહાર નીકળીને હિન્દૂ યૂનિવર્સિટી કેમ્પસમાં ફરવા નીકળ્યા હતાં. પીએમ મોદીએ યૂનિવર્સિટી પરિસરમાં વિશ્વનાથ મંદિરમાં પુજા-અર્ચના પણ કરી હતી. પીએમ મોદીની સાથે ઉત્તર પ્રદેશના સીએમ યોગી આદિત્યનાથ પણ હાજર રહ્યા હતા.