અમેરિકા : મહિલાઓએ સેનેટ ઓફિસની બિલ્ડિંગ બહાર વિરોધ પ્રદર્શન

અમેરિકાની સેનેટ ઓફિસ બિલ્ડિંગ સામે ગુરૂવારે 600થી વધુ મહિલાઓએ ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશનની ઇમિગ્રેશન પોલીસીના વિરોધમાં પ્રદર્શન કર્યુ હતું. ભારતીય મૂળના અમેરિકાના સાંસદ પ્રમિલા જયપાલ લાંબા સમયથી ઇમિગ્રેશન પોલીસી સાથે જોડાયેલા અધિકારોની વકીલાત કરતા આવ્યા છે. ગુરૂવારે સેનેટ ઓફિસની સામે પ્રમિલા જયપાલ સહિત અન્ય મહિલાઓએ સેનેટ ઓફિસની બિલ્ડિંગ બહાર વિરોધ પ્રદર્શન કર્યુ હતું. આ વિરોધ પ્રદર્શનનો મૂળ હેતુ ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશનની નવી ઇમિગ્રેશન પોલીસી છે.