જૂનિયર ફૂટબોલ ટીમના 12 ખેલાડીઓ અને તેમના કોચને રેસ્ક્યૂ 

છેલ્લાં 18 દિવસથી પૂરના કારણે થાઇ લુઆંગ ગુફામાં ફસાયેલા જૂનિયર ફૂટબોલ ટીમના 12 ખેલાડીઓ અને તેમના કોચને રેસ્ક્યૂ ઓપરેશનથી બચાવી લેવામાં આવ્યા છે. પ્રાથમિક માહિતી અનુસાર ટીમે આજે મંગળવારે બાકીને 4 ખેલાડીઓ સહિત કોચને ગુફામાંથી બહાર કાઢ્યા છે. રવિવારથી શરૂ થયેલા આ ઓપરેશનમાં પહેલાં દિવસ 4 ખેલાડીઓ અને સોમવારે વધુ 4 ખેલાડીઓને બહાર કાઢવામાં આવ્યા હતા. આજે મંગળવારે રેસ્ક્યૂ ઓપરેશન તેના અંતિમ ચરણમાં પહોંચ્યું અને સાંજ સુધી તમામ ખેલાડીઓ અને કોચને બચાવી લેવામાં આવ્યા છે.