ઈન્ડિયન સિરેમિક એશિયા એક્ઝિબિશનનો પ્રારંભ

ગાંધીનગરમાં સેક્ટર-17 એક્ઝિબિશન સેન્ટર ખાતે આજથી ઈન્ડિયન સિરેમિક એશિયા એક્ઝબિશન શરૂ થશે. ત્રણ દિવસના આ એક્ઝિબિશનમાં સિરેમિક રો મટિરિયલ્સ, મશીનરી મેન્યુફેક્ચરર્સ અને ટેક્નોલોજી સપ્લાયર મળી દેશ-વિદેશની કુલ 300થી વધુ કંપનીઓ ભાગ લેશે. 

આ બી ટુ બી એક્ઝિબિશનમાં ટ્રેડ શોમાં ત્રણ દિવસમાં 8 હજારથી વધુ વિઝિટર્સ આવવાની અપેક્ષા છે. મેસે મુન્ચેન ઈન્ડિયાના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર ભુપિન્દર સિંઘે કહ્યું હતું કે, એક્ઝિબિશન ડોમેસ્ટિક અને ઈન્ટરનેશનલ રો મિટિરિયલ અને મશીનરી સપ્લાયર્સને એક પ્લેટફોર્મ પુરૂ પાડશે જે તેઓના લાંબા આયોજનમાં મદદરૂપ થશે. આજથી લઈને 1 માર્ચ દરમિયાન સિરેમિક્સ એપ્લિકેશન વર્કશોપ, લાલ ઈંટોના સપોર્ટમાં દલીલો રજૂ કરતો વર્કશોપ, જોબ ફેર, બાયર સેલર ફોરમ, એક્ઝિબિટર્સ ટેક્નોલોજી પ્રેઝન્ટેશન જેવા વિવિધ કાર્યક્રમો યોજાશે.