500 કર્મચારીઓને સાતમાં પગાર પંચથી વંચિત રાખવામાં આવ્યા

રાજ્યમા 43 ગ્રાન્ટેડ ડીએલએડ્ અને (પીટીસી) 7 પ્રિ પીટીસી કોલેજમાં ફરજ બજાવતા આચાર્ય, અધ્યાપક અને વહિવટી કર્મચારીઓ સહિત 500 કર્મચારીઓને સાતમાં પગાર પંચથી વંચિત રાખવામાં આવ્યા છે. સાતમાં પગાર પંચની ફાઇલ છેલ્લા 30 મહિનાથી લટકાવી રાખવામાં આવી છે. પ્રાથમિક શિક્ષણ નિયામક કચેરી અને નાણા વિભાગ દ્વારા ખેલ કરવામાં આવી રહ્યા છે. શિક્ષણમંત્રી અને નાણા મંત્રીને અનેકવાર આવેદન પત્રો આપ્યા છે. બંને કાર્યાલયથી માત્ર ઠાલા વચનો આપવામાં આવી રહ્યા છે. પરંતુ પરિણામ મળતુ નથી. અઢી વર્ષથી સાતમાં પગાર પંચનો ઠરાવ કરવામાં આવ્યો નથી. ત્યારે રાજ્યની કોલેજમાં ફરજ બજાવતા કર્મચારીઓમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. કોલેજના આચાર્યોને આ બાબતે ધક્કા ખવડાવવામાં આવી રહ્યા છે. પરંતુ યોગ્ય જવાબ આપવામાં આવતો નથી. જો આગામી ટૂંક સમયમા સરકાર આ બાબતે નિર્ણય નહિ કરે તો આંદોલનનો માર્ગ અપનાવવો પડશે તેમ ગુજરાત રાજ્ય અધ્યાપન મંદિર અધ્યાપક કર્મચારી સંઘ દ્વારા ચિમકી આપવામાં આવી છે.