ભારત સંયુક્ત રાષ્ટ્રની મુખ્ય માનવાધિકાર સંસ્થામાં ત્રણ વર્ષ માટે શુક્રવારે ચૂંટાયું

ભારત સંયુક્ત રાષ્ટ્રની મુખ્ય માનવાધિકાર સંસ્થામાં ત્રણ વર્ષ માટે શુક્રવારે ચૂંટાયું. તેનો કાર્યકાળ 1 જાન્યુઆરી, 2019થી શરૂ થશે. તેને એશિયા-પ્રશાંત શ્રેણીમાં 188 મત મળ્યા છે. તમામ ઉમેદવારોમાં તેને સૌથી વધારે વોટ મળ્યા છે. સંયુક્ત રાષ્ટ્રની 193 સદસ્યોની મહાસભામાંમાં આગામી ત્રણ વર્ષ માટે માનવાધિકાર પરિષદના નવા સદસ્યોની ચૂંટણી કરવામાં આવી હતી. ગુપ્ત મતદાન દ્વારા 18 નવા સદસ્યો પૂર્ણ બહુમતથી ચૂંટાયા છે. પરિષદમાં ચુંટાવવા માટે કોઈપણ દેશને ઓછામાં ઓછા 97 વોટની જરૂર હોય છે.