ભારત-પાકિસ્તાન બોર્ડર પર તણાવ વધ્યો, PM મોદીની અધ્યક્ષતામાં હાઈ લેવલની બેઠક શરૂ

પાકિસ્તાનમાં બાલાકોટમાં વાયુસેનાના હવાઈ હુમલાથી ગભરાયેલાં પાકિસ્તાને બુધવારે સવારે ભારત હવાઈ ક્ષેત્રનું ઉલ્લંઘન કર્યું. જેમાં ત્રણ વિમાને પૂંછ અને રાજૌરીમાં વાયુક્ષેત્રનું ઉલ્લંઘન કર્યું. પરત થતાં સમયે તેઓએ કેટલાંક બોમ્બ પણ ફેંક્યા. જોકે ભારતની તાત્કાલિક કાર્યવાહી પછી પાકિસ્તાનના વિમાન પરત ફર્યાં હતા. ભારતની જવાબી કાર્યવાહીમાં પાકિસ્તાનનું F-16 વિમાન તોડી પડાયું છે. તો બીજી તરફ લેહ, જમ્મુ, શ્રીનગર અને પઠાનકોટ એરપોર્ટથી તમામ ફ્લાઈટ રદ કરી દીધી છે. તો ઉત્તર ભારતના તમામ એરબેઝને હાઈ એલર્ટ પર રાખવામાં આવ્યાં છે.

PM મોદીનાં આવાસ પર બેઠક ચાલુઃ ભારત-પાકિસ્તાન બોર્ડર પર આ સમયે તણાવમાં વધારો થયો છે. વડાપ્રધાન આવાસ પર આ પરિસ્થિતીમાં મોટી બેઠક ચાલી રહી છે. ગૃહમંત્રી રાજનાથસિંહ , રક્ષામંત્રી નિર્મલા સીતારામણ, રાષટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ આ તમામ સાથે વડાપ્રધાન બેઠક કરી રહ્યા છે.

ISIનું આતંકીઓને 'કરો યા મરો'નો આદેશઃપાકિસ્તાની ગુપ્ત એજન્સી ISIએ પોતાના આતંકીઓને કરો અથવા મરોનાં આદેશ આપી દીધા છે. આ સમયે દિલ્હી સહિત અન્ય શહેરો પર આતંકી હુમલા અંગેનું એલર્ટ આપવામાં આવ્યુ છે. જૈશ-એ-મોહમ્મદ, લશ્કર-એ-તોયબા અને હિઝબુલ મુજાહિદ્દીનનાં આતંકીઓને ભારતમાં ખુલ્લી છૂટ આપવામાં આવી છે.