બોલિવૂડ એક્ટર અક્ષય કુમારે પોતાનો 51મો જન્મદિવસ સેલિબ્રેટ કર્યો

બોલિવૂડ એક્ટર અક્ષય કુમારે નવ સપ્ટેમ્બરના રોજ પોતાનો 51મો જન્મદિવસ સેલિબ્રેટ કર્યો હતો. અક્ષયે શનિવાર(આઠ સપ્ટેમ્બર)ના રોજ પોતાનો જન્મદિવસ નિકટના ફ્રેન્ડ્સ સાથે સેલિબ્રેટ કર્યો હતો. મુંબઈની હોટલની બહાર ટ્વિંકલ ખન્ના તથા પાંચ નિકટના ફ્રેન્ડ્સ બોબી-તાન્યા દેઓલ, ફરાહ ખાન અલી, સની-અનુ દિવાન સાથે જોવા મળ્યો હતો. જોકે, અક્ષયકુમારના સંતાનો આરવ તથા નિતારા જોવા મળ્યાં નહોતાં.