PM મોદીએ દિવાળીની આપી શુભકામના

વડાપ્રધાન નરેન્દ્ર મોદી દર વખતની જેમ આ વખતે પણ દિલ્હીની બહાર દિવાળી ઉજવશે. મોદી આજે ઉત્તરાખંડના કેદારનાથમાં રહેશે અને મંદિરમાં પૂજા કરશે. મોદીએ આજે સવારે દિવાળીની શુભકામના પાઠવતાં લખ્યું કે, દિવાળીની તમામ દેશવાસીઓને શુભકામના. પ્રકાશનું આ પર્વ તમામના જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ લઈને આવે તેવી શુભેચ્છા. હાલ કેદારનાથમાં ચારે તરફ બરફની ચાદર છવાયેલી છે. અહીંયા તાપમાન -8 ડિગ્રી જેટલું છે. સૂત્રોના જણાવ્યા મુજબ મોદી મંદિરમાં પૂજા કરશે અને મંદિરમાં પુનર્નિમાણ અને વિકાસ યોજનાઓની સમીક્ષા કરશે.