શિક્ષણમંત્રી વિભાવરીબેન દવેના પતિ વિજયભાઈ દવેનું અવસાન

13 સપ્ટેમ્બરના રોજ રાજ્યકક્ષાના શિક્ષણમંત્રી વિભાવરીબેન દવેના પતિ વિજયભાઈ દવેનું અવસાન થયું હતું. ત્યાર બાદ આજે તેમના ભાવનગરના સિંધુ નગર સ્મશાનમાં અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. આ અંતિમવિધિમાં મુખ્યમંત્રી અને ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીની ગેરહાજરી લોકોમાં ચર્ચાનો વિષય બન્યો હતો, કારણ કે ભાજપ પ્રમુખ જીતુ વાઘાણી પોતે પણ આ જ વિસ્તારના છે,આ ઉપરાંત વિભાવરીબેન દવે રૂપાણી સરકારના મંત્રી મંડળની ટીમના સભ્ય હોવા છતાં તેઓ હાજર રહ્યા નહોતા.