4 લાખ વૃક્ષો બચાવવા નાગરીકોનું અભિયાન : ઘ 4 ખાતે વિરોધ પ્રદર્શન 

ગાંધીનગરના ચ 0થી વૈષ્ણોદેવી સર્કલ અને ઉત્તર ગુજરાતના પાટણ,બનાસકાંઠા, મહેસાણા અને સાબરકાંઠા સહિતના જીલ્લાઓના વિવિધ તાલુકાઓમાં માર્ગ પહોળો કરવાની કામગીરી શરૂ કરાઇ છે. આ માર્ગ બનાવવા માટે સડા ચાર વૃક્ષોનું છેદન કરાશે. ત્યારે સમગ્ર ગુજરાતના પર્યાવરણ પ્રેમીઓએ વિરોધ કર્યો છે. મંગળવારે સવારે ઘ 4 સર્કલ ખાતે પ્રકૃતિ પ્રેમીઓએ પ્લેકાર્ડ સાથે પોતોનો વિરોધ નોંધાવ્યો હતો અને આ વૃક્ષ છેદન અટકે તે માટે મુખ્યમંત્રીને આવેદન પત્ર આપ્યુ હતું.

ગ્લોબલ વોર્મિંગ એ વૈશ્વિક અને ભયંકર પ્રશ્ન છે. ત્યારે આ સમસ્યાને પહોંચી વળવા માટે વૃક્ષ અનિવાર્ય છે. વન વિભાગની રાષ્ટ્રીય અધિનિયમ હેઠળ 33 ટકા વન વિસ્તાર હોવો જોઇએ. તેને બદલે આપણા ગુજરાતમાં માત્ર 7.52 ટકા જ વન વિસ્તાર છે. જેમાં અનેક પ્રકારના પશુ-પક્ષીઓ નિવાસ કરે છે. જો દુર્લભ વૃક્ષો લુપ્ત થઇ જશે તો પક્ષીઓ ક્યાં રહેશે તે પ્રશ્ન ઉભો થયો છે. ત્યારે માર્ગ બનાવવા માટે કાપવામાં આવનાર વૃક્ષો બચાવવામાં આવે તે જરૂરી છે.