દીપિકા પાદુકોણ અને રણવીર સિંહ 14-15 નવેમ્બરે લગ્નના બંધનમાં બંધાયા

વર્ષ 2018ની સૌથી મોટા લગ્ન ઇટલીના લેક કોમોમાં સંપન્ન થઇ ગયા છે. બોલીવુડના ચર્ચિત કપલ દીપિકા પાદુકોણ અને રણવીર સિંહ 14-15 નવેમ્બરે લગ્નના બંધનમાં બંધાયા છે. સિંધી અને કોંકણી વિધી અનુસાર લગ્ન કરી તેઓ પતિ-પત્ની બન્યા છે. લગ્નને પ્રાઇવેટ રખાયા. બન્ને રીતિ-રિવાઝથી લગ્ન પૂરા થયા બાદ કપલે પહેલી વાર ઓફિશિયલ ફોટો શેર કર્યા છે. શેર થયા બાદ ફોટો થોડા જ સેકન્ડોમાં વાયરલ થઇ ગયા. વર-વધુ બનેલ રણવીર-દીપિકાની આ બ્રાઇડલ ફોટોની ફેંસને લાંબા સમયથી રાહ હતી.