જાપાનમાં પૂર અને ભૂસ્ખલનના કારણે અત્યાર સુધી 100 લોકોનાં મોત

સાઉથ અને ઇસ્ટ જાપાનમાં ગુરૂવારથી ભારે વરસાદ થઇ રહ્યો છે. હ્યોગો, ઓકાયામા, ફુકુઓકા, નાગાસાકી, સાગા, હિરોશિમા અને ટોટ્ટોરી પ્રાંતમાં પૂર આવ્યું છે. પૂર અને ભૂસ્ખલનના કારણે અત્યાર સુધી 100 લોકોનાં મોત થયા છે. પૂરના કારણે 40 લાખ લોકો પ્રભાવિત થયા છે. પૂરની સૌથી વધુ અસર હ્યોગો, ઓકાયામા, નાગાસાકી પ્રાંત પર પડી છે. અહીંના અનેક વિસ્તારોમાં 100 સેમી (39 ઇંચ) સુધી વરસાદ થયો હતો. સડકો પર 16 ફૂટ સુધી પાણી ભરાઇ ગયું છે.