ભાજપના લોકોએ મારું અપહરણ કર્યું હતું : અંકિત બારોટે

પીઢ કોંગ્રેસી પરિવારના અને બે ટર્મથી કોર્પોરેટર પદે ચુંટાતા સભ્ય અંકિત બારોટ ગઈકાલે મેયર ચૂંટણી પહેલા ગાયબ થઈ ગયા હતા. તેમને જણાવ્યું કે ભાજપના લોકોએ મારૂ અપહરણ કર્યું હતું. અને ગાડીમાં બેસાડીને ધનસુરા લઈ ગયા હતા. ઉલ્લેખનીય છે કે ગુમ થયાના 18 કલાક બાદ ગાંધીનગરના ચિલોડા પાસેથી મળી આવ્યા હતા.