અર્જુન પિતાની જેમ જ સમજદાર છે અને માર્ગદર્શન આપે છે : જાહન્વી

જાહન્વી કપૂર ઘણીવાર સાવકા ભાઈ અર્જુન કપૂરની પ્રશંસા કરી ચૂકી છે. તાજેતરમાં એક ઈન્ટરવ્યૂ દરમિયાન જાહન્વીએ જણાવ્યું હતું કે, અર્જુન પિતાની જેમ સમજુ છે. જાહન્વીએ ઈન્ટરવ્યું કહ્યું હતું કે,"મે અનુભવ્યું છે કે અર્જુન પિતાની જેમ જ સમજદાર છે. તે તમને એવી રીતે રાહત અને માર્ગદર્શન આપશે જે ઘણા લોકો કરી શકતા નથી. દરેક લોકો તેમના વિશે સારી વાતો જ કરે છે અને જે રીતે તે મોટો થયો છે, તેઓ વાસ્તવિકતાને માન આપે છે. તે મને લોકોને માન આપવા અંગે કહેતો રહે છે." ઉલ્લેખનીય છે કે, અગાઉ જાહન્વીએ જણાવ્યું હતું કે, તેને ઈન્ડસ્ટ્રીમાં કેવી રીતે કામ કરવું તે અંગે મોટા ભાઈ અર્જુને ઘણીવાર સલાહ આપી હતી