ગાંધીનગરમાં મોડી સાંજે ધોધમાર વરસાદ ખાબક્યો હતો.

 છેલ્લા કેટલાય દિવસથી ગરમીનો પારો ઉચકાયેલો છે. જેના કારણે લોકો ત્રાહિમામ પોકારી ગયા છે જ્યારે ઘણા વિસ્તારોમાં વરસાદી ઝાપટાં પણ પડ્યા હતા. આ ઉપરાંત શુક્રવારે સાંજે બફારા બાદ ગાંધીનગરમાં મોડી સાંજે ધોધમાર વરસાદ ખાબક્યો હતો જેના કારણે લોકોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો જોકે થોડીવાર પછી વરસાદ બંધ થઈ ગયો હતો.