કેરળમાં ઓગસ્ટમાં થનારો વરસાદ 87 વર્ષનો રેકોર્ડ તોડી શકે તેવી શક્યતા

કેરળમાં ઓગસ્ટમાં થનારો વરસાદ 87 વર્ષનો રેકોર્ડ તોડી શકે તેવી શક્યતા છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે રાજ્યમાં આ વર્ષે 1થી 20 ઓગસ્ટ સુધીમાં 771 મિમી વરસાદ થયો છે. આ પહેલાં 1931માં ઓગસ્ટમાં 1132 મિમી વરસાદ નોંધવામાં આવ્યો હતો. પરંતુ આ 31 દિવસના આંકડા હતા. બીજી બાજુ ઈડુક્કીમાં ઓગસ્ટમાં વરસાદે છેલ્લા 111 વર્ષનો રેકોર્ડ તોડી નાખ્યો છે. અહીં અત્યાર સુધીમાં 1419 મિમી વરસાદ થઈ ચૂક્યો છે. આ પહેલાં 1907માં અહીં ઓગસ્ટમાં 31 દિવસોમાં કુલ 1387 મિમીનો વરસાદ નોંધાયો હતો. આ વખતે તે સૌથી વધુ પૂર પ્રભાવિત વિસ્તાર છે.