છત્તીસગઢમાં નક્સલીઓની સાથે થયેલી અથડામણમાં 7 નક્સલીઓને ઠાર માર્યા

છત્તીસગઢના દંતેવાડામાં નક્સલીઓની સાથે ગુરુવારે સવારે થયેલી અથડામણમાં સુરક્ષાદળોએ 7 નક્સલીઓને ઠાર માર્યા છે. આ અથડામણ રાજ્યમાં બીજાપુર અને દંતેવાડા જિલ્લાની બોર્ડર પર થઇ, જેમાં પોલીસ અને સીઆરપીએફે સંયુક્ત કાર્યવાહી કરી અને 7 નક્સલીઓને ઠાર મારી દીધા હતા. સાથે સ્થળ પરથી પોલીસને મોટા જથ્થામાં નક્સલીઓના હથિયારો પણ મળી આવ્યા છે.