હાર્દિક પટેલ 25 ઓગસ્ટથી આમરણાંત ઉપવાસ પર બેસવાની જાહેરાત

હાર્દિક પટેલ 25 ઓગસ્ટથી આમરણાંત ઉપવાસ પર બેસવાની જાહેરાત કરી છે. જેને પગલે હાર્દિક પટેલે આજે આમરણાંત ઉપવાસ માટે 13 દિવસનો કાર્યક્રમ જાહેર કર્યો છે. હાર્દિક પટેલે આમરણાંત ઉપવાસ માટે નિકોલ પાસેનું મેદાન માંગ્યું હતું, પરંતુ હજુ સુધી તેને મંજૂરી નથી જેને પગલે હાર્દિકે DivyaBhaskar.Com સાથે વાત કરતા કહ્યું હતું કે, સરકાર ઉપવાસના સ્થળની મંજૂરી આપે કે ન આપે પરંતુ ઉપવાસ તો નિકોલમાં જ થશે.